ઝાલાવાડી મિલનોત્સવ


શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા-મુંબઈ

શ્રી ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સન 2024 માં થયેલ કાર્યક્રમોની ઝલક,

તારીખ : 10 માર્ચ, 2024

સમસ્ત મુંબઈ નાં સભ્યોને સાથે મળવાનો, મહાલવાનો એક ભગીરથ કાર્યકમ જેમાં સમાજનાં મહાનુભાવો થી લઈ સમાજનું યુવાધન એક સાથે કાંદિવલી નાં વિશાળ ગ્રાઉન્ડ માં, કચ્છ ની કોયલ ગીતાબેન રબારી નાં નાં ગીતસંગીત ની ધુને મન મુકીને, મિલનોત્સવ નાં માહોલમાં રંગાઈ ગયો હતો.સુંદર ડેકોરેશન, હૃદય સભર આવકાર,હાઈ-ટી, અને રસ પુરીનું જમણ, સુંદર વ્યવસ્થા આ બધી તકેદારી થી આ મિલનોત્સવ લગ્નોત્સવ માં ફેરવાઈ ગયો હોય એમ લાગતું હતું.

આ કાર્યક્રમ માં ઝાલાવાડ મહિલા મંડળનાં ગોલ્ડન જયુબલી અવસરે, શ્રી સભાનાં પ્રમુખ શ્રી પ્રવિણભાઈ શાહે સહુને અભિનંદન આપી, મહિલાઓની કાર્યદક્ષતા ને નવાજી હતી.આ કાર્યક્રમમાં બૃહદ મુંબઈનાં મહિલા મંડળનાંદરેક કેન્દ્ર માંથી ગરબા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ હતું જેનો આશય યંગ જનરેશન ને આગળ લાવવા માટેનો હતો.જેમાં વિજયી ગૃપને રોકડ રકમ થી નવાજવામાં આવ્યા હતાં.બૃહદ મુંબઈનાં પ્રમુખ શ્રીમતી ચારુબેન શાહે સભાનો આભાર માનયો હતો. શ્રી સભાનાં ટ્રસ્ટી શ્રી પંકજભાઈ સંઘવી તથા શ્રીમતી મનીષાબેન શાહ નું બહુમાન મંડળનાં બહેનો દ્વારા કરવામાં આવ્યુ હતું,શ્રી પંકજભાઈ સંઘવીએ આ આયોજનની સફળતાનું શ્રેય સભાનાં 5000 સભ્યોને તેમનાં ઉદભોદનમાં આપતાં સહુએ તેમને તાળીઓથી વધાવી લીધાં હતાં.ડિજિટલ ઝાલાવાડ નાં પ્રણેતા શ્રીમતી મનીષાબેન શાહ ની સહુએ સરાહના કરી હતી.આ અવસરે શ્રી પ્રવિણભાઈ શાહ, જેમનાં હૃદયમાં ઝાલાવાડ વસેલું છે તેમનાં કાર્ય, સમાજમાં તેમનાં વિશિષ્ટ યોગદાન ને ધ્યાન માં લઈ 'ઝાલાવાડી સભા-ઝાલાવાડ જૈન રત્ન 'નું ગૌરવવંતુ બિરુદ આપી સન્માનિત કરવામાં આવેલ હતાં.

આ પ્રોગ્રામને સફળ બનાવવામાં દાતાશ્રીઓનાં આભાર પણ ખુબજ અનોખા અંદાજ માં કરવામાં આવ્યો હતો. આ શાહી ઠાઠમાઠ સાથેનો, બપોરે 3 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધીનાં આ રંગારંગ કાર્યક્રમને પ્રસંગ નો ઓપ આપનાર કોર કમિટી તથા નામી અને અનામી સભ્યોનો આભાર શ્રીમતી મીરાંબેન શાહે હૃદય પુર્વક માન્યો હતો.આ ભવ્યાતિભવ્ય પ્રસંગ નું સ્ટેજ સંચાલન શ્રીમતી હીનાબેન પારેખ તેમ જ શ્રી રૂપલબેન દોશી એ સરસ રીતે સંભાળયું હતું