Zalawadi Sabha's Service Initiatives


શ્રી ઝાલાવાડી સભાની સામાજિક અને ધાર્મિક સેવાઓ


શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા-મુંબઈ

ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઉન્ડેશન

શ્રી ઝાલાવાડી સભા સામાજિક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે તે સાથે જ સાધર્મિક સહાયમાં પણ ખૂબ આગળ છે. જેમાં શૈક્ષણીક લોન, મેડિકલ રીલિફ ફંડ પ્લાન, પાણી પરબ, નોટબુક વિતરણ યોજના, શૈક્ષણીક અવોર્ડ, લ્હાણા વિતરણ યોજના, સમૂહ લગ્ન આયોજન, વ્યાવસાયિક શૈક્ષણીક ફંડ, મોતીયાના ઓપરેશન, અને મેડિકલ મદદ યોજનાઓ સહિત અનેક સેવાઓ ઉપલબ્ધ છે.

આ બધામાં યશકલગી સમાન પાંચ સેનેટોરિયમનું મહત્વ છે: લોનાવલા, પંચગિની, દેવલાલી, માથેરાન અને સુરેન્દ્રનગર. દરેક સેનેટોરિયમ આધુનિક અને સુસજ્જ છે, અને શ્રી સભા દ્વારા કોઈ ભેદભાવ વિના સંચાલિત થાય છે.

બૃહદ મુંબઈ સ્થાનકવાસી ઝાલાવાડી મહિલા મંડળની સ્થાપનાને કારણે નારી શક્તિને પ્રધાનતા આપી છે. બૃહદ મુંબઈમાં 13 કેન્દ્રો સાથે આ સંસ્થા કાર્યરત છે, જેનું નેતૃત્વ વિવિધ પ્રમુખો દ્વારા કરવામાં આવે છે. બધી બહેનો ધર્મ અને સમાજ સેવામા સક્રિય છે.

આ રીતે, આપણું ઝાલાવાડ સમૃદ્ધિ અને પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યું છે.