શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા-મુંબઈ
શ્રી ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઉન્ડેશન,
સમાજ સહયોગી દાતાશ્રીઓનાં બહુમુલા સત્કાર અને બહુમાનનો જાજરમાન કાર્યક્રમ તારીખ 5 ઓગસ્ટ 2024 નાં શ્રી માનવ સેવા સંઘ-સાયન મધ્યે રાખવામાં આવેલ હતો.
Description:
ખમીરવંતી ખુમારીથી શોભતું આપણું ઝાલાવાડ સમૃધ્ધ ઝાલાવાડ દિવસો દિવસ ઉન્નતિ નાં શિખરો સર કરી અડગ અને અડોલ ઉભું છે, વિશાળ વડલાની સમાન પાંગરી રહ્યું છે જેનો શ્રેય તેનાં દાતાશ્રી ઓ નો છે તેમનો આદર સન્માન ન થાય તો આપણે નગુણા કહેવાઈએ આવા ભાવ સાથે આ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું.
શ્રી સભાનાં પ્રમુખ શ્રી પ્રવિણભાઈ શાહે સહુનું સ્વાગત કરતાં આપણાં માધાંતાં વડિલોને યાદ કરી ,સમાજની જાણકારી આપેલ હતી.
સભાની નવી ઓફિસ નાં નામકરણ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર શ્રી પ્રિયાબેન મહેંદ્રભાઈ તુરખીયા નું બહુમાન કર્યુ હતું અને તેમનાં વરદ હસ્તે ઓફિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરેલ હતું. શ્રી ઝાલાવાડ સમાજમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ની આગવી ઓળખ સમા ડો.શ્રી વિનોદભાઈ વ્રજલાલ શેઠ નાં સત્કાર્યોને બિરદાવતાં 'ઝાલાવાડ રત્ન એવોર્ડ 'થી સન્માનિત કર્યા હતાં.
શ્રી ઝાલાવાડી સભાની પત્રિકાની બ્લેક એન્ડ વ્હાઇટ થી રંગિન સફરમાં પચીસ વર્ષ સુધી અવિરત પણે સેવા આપી, પ્રતિભા સંપન્ન શ્રીમતી સંધ્યાબેન શાહ નું સન્માન પત્ર આપી ઉત્કૃષ્ટ બહુમાન કરેલ હતું. ઝાલાવાડ સભાનું ડિજિટલ માં પદાર્પણ શ્રેય શ્રીમતી મનીષાબેન શાહ ને જાય છે, જેમાં નવા નઝરાણાં રૂપે ડિજિટલ વસ્તી પત્રક ની જાહેરાત કરી હતી અને તેનું મહત્વ શ્રી પંકજભાઈ સંઘવીએ સમજાવ્યું હતું.
આ સાથેજ છેલ્લા બે વર્ષમાં જે જે ડોનર્સે સભામાં અનુદાન આપેલ તે સર્વે નું બહુમાન કરવામાં આવેલ હતું જેઓએ સભાની સેનેટોરિયમ, એજ્યુકેશન, અન્ય સહાય કરી હોય તે સર્વેનું ઉમદા બહુમાન કરવામાં આવ્યુ હતું.
આ સમગ્ર કાર્યક્રમ નું સુંદર અને સફળ સંચાલન શ્રી પંકજભાઈ સંઘવી તેમજ શ્રીમતી હીનાબેન પારેખે કરેલ હતું