શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ જૈન સેનેટોરિયમ-લીંબડી


શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા-મુંબઈ

શ્રી ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઉન્ડેશન,

શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ જૈન સેનેટોરિયમ-લીંબડી

Description:

આ સેનેટોરિયમ લીંબડી રેલ્વે સ્ટેશન થી અજરામર ગાદી થી 2 કિલોમીટર નાં અંતરે આવેલ છે. જેનો પ્લોટ એરિયા 2200 સ્કવેર યાર્ડ છે. 6250 સ્કવેર ફિટ માં છ બેડરૂમ with attached bathroom, AC રૂમ છે.એક કોમન હોલ, કિચન જેમાં એક સાથે 50 જણ જમી શકે. તેમ જ 8000 સ્કવેર ફિટ ઓપન ગ્રાઉન્ડ એરિયા છે. આજે જેની માર્કેટ વેલ્યુ લગભગ 2 કરોડ ની છે.

આ સેનેટોરિયમ આપણી શ્રી સભાનાં ટ્રસ્ટી-પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ગંભીરચંદ શાહ જેઓ સભા માટે અનુદાનનાં ભામાશા છે, ઝાલાવાડ પ્રત્યેનો પ્રેમ જેમની રગરગમાં છે, તેમની સ્વયં નિર્માણ આ સેનેટોરિયમ છે, તેમણે તેમનાં 80માં જન્મદિને તારીખ 5 નવેમ્બર 2024 સે સેનેટોરિયમ ને નજરાણા રૂપે શ્રી ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઉન્ડેશનને અર્પણ કરી તેમની યશોગાથામાં એક વિશેષ પીંછુ ઉમેયૃ છે. આ સેનેટોરિયમ શ્રી અજરામર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હતું.

આ સમગ્ર આયોજન વર્ચ્યુઅલી શ્રી માનવ સેવા સંઘમાં કરવામાં આવેલ હતું.જેનું સંચાલન શ્રી સભાનાં ટ્રસ્ટી શ્રી પંકજભાઈ સંઘવીએ તથા પ્રથમ મહિલા ટ્રસ્ટી શ્રીમતી મનીષાબેન શાહે સફળ રીતે કરેલ હતું .

શ્રી પ્રવિણભાઈ શાહ નાં પુત્ર શ્રી હેમંતભાઈ શાહે પરિવાર વતી સહુનો આભાર માન્યો હતો.

હાલમાં શ્રી સભા 6 સેનેટોરિયમ નું નેતૃત્વ કરી છે.