ZSPL- II ,ક્રિકેટ ટુર્નામેન્ટ-2024


શ્શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા-મુંબઈ

શશ્રી ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઉન્ડેશન,

તારીખ : 7 એપ્રિલ, 2024

યંગસ્ટર્સ ને શ્રી સભા સાથે જોડવા, સભામાં યુવાધન વધારવા,સભાની ગતિવિધિઓમાં યુવાનોને એન્ટર કરવા આ ઝાલાવાડી સ્થાનકવાસી પ્રીમિયર લીગ (ZSPL)નું ધમાકેદાર આયોજન તારીખ 7એપ્રિલ 2024 નાં કરવામાં આવ્યું હતું.જેમાં ટોટલ 22 ટીમ રમી અને ગૌરવભરી વાત એ હતી કે 4 ટીમ લેડિસ માટે હતી.ક્રિકેટનાં આ મહેરામણ માં યંગસ્ટર્સ નો ઉત્સાહ, ઉમંગ,ટીમનાં નામ સાથેનાં ટી-શર્ટ, સ્ટેડિયમ જેવો માહોલ, કોમેન્ટેટર ની સુંદર કોમેન્ટ્રી, ચોગા અને છગામાં વાગતાં મ્યુઝિક,નવા ડિજિટલ ઓક્શન મીટ, ઓનર મીટ, ગુગલ રજીસ્ટ્રેશન આદિ નવીનતાઓથી સભર આ ક્રિકેટ ટુર્નામેન્ટ યાદગાર બની રહી હતી.આ સમસ્ત આયોજન મુંબઈ નાં અંધેરી સ્પોર્ટ્સ ક્લબ માં રાખેલ હતું.આમાં સહુનો ઉત્સાહ વધારવા પ્રમુખ શ્રી પ્રવિણભાઈ શાહ તથા દરેક ટ્રસ્ટીઓ, સભ્યો, સમાજમાં થી બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહયા હતાં.

સવારે 6.30 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલી આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ ને કેશ ઈનામો, મેન ઑફ ધ મેચ, મેડલો આદિ અનેક રીતે નવાજવામાં આવ્યા હતા અને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ નાં મેન સ્પોન્સર શ્રીમતી શ્રુતીબેન મયંકભાઈ શાહ, ઈવેન્ટ સ્પોન્સર શ્રી ગુણવંતરાય દિપચંદ શાહ હતાં.

ટુર્નામેન્ટ ની જવાબદારી મંત્રીશ્રી અતુલભાઈ શાહ, મંત્રીશ્રી અનીલભાઈ સંઘવી, તેમજ કન્વીનર શ્રી ચેતનભાઈ ગોસલિયાને સોંપવામાં આવી હતી.સહુનાં સાથ સહકાર થી આ આયોજન સફળતાની સફર તય કરી શકયું હતું.

આખા દિવસ દરમિયાન શ્રી કમલેશ કેટરરર્સ ની સુંદર વ્યવસ્થા રાખેલ હતી