Devlali Felicitation





Description:

શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા , મુંબઈ.

શ્રી ઝાલાવાડી સભા ચેરિટેબલ ફાઊંડેશન દ્વારા

શ્રી દેવલાલી સૅનેટોરિયમ ખાતે,જેમનુ નામ ઝાલાવાડ નાં દાનવીરો માં સર્વશ્રેસ્ઠ રહ્યું છે તેવાં વડિલ શ્રી સી.યુ.શાહ ની અર્ધ પ્રતિમાનો આનાવરણ પ્રસંગ.

સમગ્ર જૈન સમાજ માં આદર્શરૂપ કહી શકાય એવાં વડિલ શ્રી સી યુ શાહ, તેમની જીવનની દિર્ધયાત્રા માં સામાજિક ક્ષેત્રે ઉત્તમ કાર્યો સંપન્ન કર્યા છે જેમાં વિશેષ કરીને મેડિકલ કોલેજોમા, અને હૉસ્પિટલોમાં તેમનું અનુદાન માતબર રહ્યું છે તેમજ સમાજની દેવલાલી સૅનેટોરિયમ ના નિર્માણ માં તેમનુ નામ ઝળહળતું રહ્યું છે તેનો શ્રેય તેમનાં સુપુત્રી શ્રીમતિ મીનળબેન રોહિતભાઈ શાહને જાય છે.શ્રી સી.યુ.શાહ ની પ્રતિમા નું આનાવરણ કરતાં મીનળબેને તેમના ભાવ રજુ કરતાં કહ્યું હતું કે,પ્રતિમા નું હોવું અને તેને જોવું જેનાંથી અન્યને પણ સમાજ પ્રત્યે પોતાનાં કર્તવ્ય નું ભાન થાય નવી પ્રેરણા મળે.વળી તેમની દીર્ધદ્રષ્ટિ પણ કેટલી વિચાર વાળી કે, શ્રી સી યુ શાહે 25 વર્ષ પહેલાં બાંધેલી હોસ્પિટલો અને શાળાઓને કોલેજોને મરમત્ત ની જરુર હશે તો સ્વંય જઈને તેનુ રેનોવેશન કરાવી રહ્યા છે આટલું જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા,આટલી સંપતિ નાં માલિક હોવાં છતાં, તેમનાં મનમાં ધન પ્રત્યે મોહ નહી, પરંતુ તેમના સદગુરુ પૂજ્ય ભાઈશ્રી નિરંજનભાઈ કોઠારી નાં સત સંગ મા આધ્યાત્મિકતાની સીડીઓ સર કરી રહ્યા છે. તેમને ધન્યવાદ છે.

આ પ્રસંગે સભા ના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ ગાંધીએ સી યુ શાહની દાન ની રીતને ખુબજ સરસ રીતે સમજાવી, કે આજે તેમનાં થકી બનેલી હોસ્પિટલઓ અને શાળા તેમજ કોલેજમાંથી હજારો ડૉકટરો તેમજ શાળાઓ માંથી હજારો ની સંખ્યા માં એન્જીનિયર બનીને સમાજને સધ્ધર બનાવતાં જાય છે.એટલે એમનું વાવેલુ આજે કરોડો માં ઊગી નીકલ્યું છે. પ્રત્યક્ષ બિરાજમાન સદગુરુ ભાઈશ્રીએ પણ પ્રાસંગિક પ્રવચન આપી મીનળબેન ની સુઝબુઝ, અને આધ્યમિક સમજ ના ખુબ વખાણ કર્યાં હતાં. અંત માં ટ્રસ્ટિ શ્રી પંકજભાઇ સંઘવીએ ઉપસ્થિત સર્વ મહાનુભાવો નું ઋણ સ્વિકાર કર્યુ હતુ.

ભક્તિભાવ ભર્યા વાતાવરણ માં,સહુની હાજરીમાં,"જીવન અમારું પ્રેરણા તમારી,આદર્શ તમારાં હિમત અમારી "આવા ઉચ્ચ વિચારો સાથે આ પ્રસંગ ખૂબજ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો.